અરવલ્લીના SP તરીકે સંજય ખરાતે ચાર્જ સંભાળ્યો - સંજય ખરાતે અરવલ્લીનો ચાર્જ સંભાળ્યો
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: તાજેતરમાં ગુજરાતના 58 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના SP મયુર પાટીલની બદલી કચ્છ ખાતે કરી તેમના સ્થાન વડોદરા ઝોન-3ના DCP સંજય ખરાતની નિમણૂક કરવામાં આવી છે. જેથી તેમણે મંગળવારે જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો. આ દરમિયાન તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ અને SP કચેરીના તમામ વિભાગો અને તેમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી.