મોરબી સબ જેલના કેદીઓ સહિત જેલ સ્ટાફના કોરોનાના સેમ્પલ લેવાયા - માસ્ક વિતરણ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દૂનિયાને ભરડામાં લીધી છે. ત્યારે જેલમાં રહેલા કેદીઓ તેમજ સ્ટાફના આરોગ્યની જાળવણી માટે સૂચના અનુસાર મોરબી સબ જેલના તમામ કેદીઓ અને જેલના સ્ટાફના સેમ્પલ લેવાયા હતા, અધિક પોલીસ મહાનિર્દેશક જેલની સૂચના મુજબ હાલ કોરોના મહામારી ફેલાઇ છે, જેથી જેલના સ્ટાફ અને કેદીના રિપોર્ટ કરાવવાના આવે છે, જે અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ કતીરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા મોરબી સબ જેલના તમામ સ્ટાફ, કેદીઓ અને આરોપીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત આરોગ્ય ટીમ દ્વારા કેદીઓ અને આરોપીને કરવામાં આવ્યા હતા. જે બદલ મોરબી સબ જેલર એલ.વી.પરમારે આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.