વાપીના બિલઠાથી માઁ ભવાની અને સાંઈબાબાના કરો દર્શન - sai baba and bhavani mata temple at balitha
🎬 Watch Now: Feature Video
વાપી: બલિઠા ગામમાં એક મંદિર આવેલું છે. વર્ષો પહેલા નાનકડી ડેરી હતી. જેનો હાલ જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું સ્વરૂપ અપાયું છે. અહીં ગામલોકો દ્વારા ભવાની માતાના મંદિર સાથે સાઈ બાબાની પણ સ્થાપના કરવામાં આવી છે. જે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા મનાય છે. બલિઠા ખાતે ભંડાર વાડમાં આવેલા ભવાની માતા મંદિર અને સાંઈ બાબા મંદિર પરની લોકોની શ્રદ્ધા અંગે સ્થાનિક દૌલતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સ્થાન પર 20 વર્ષથી જલારામ જયંતિ નિમિતે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં આસપાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.