પોસ્ટ ઓફિસ કૌભાંડ મામલે નવો વળાંક, સચિન ઠક્કર A ડિવિઝન પોલીસ લોકઅપમાંથી ફરાર - કચ્છના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
કચ્છ: જિલ્લાના બહુચર્ચિત એવા ભુજ રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડમા નવો વંણાક આવ્યો છે. પોસ્ટ ઉચાપતનો મુખ્ય આરોપી સચિન ઠક્કર રિમાન્ડ દરમિયાન પોલિસની કસ્ટડીમાંથી ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીના 5 દિવસના રિમાન્ડ બાદ વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પોલીસને ચકમો આપી આરોપી ફરાર થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત A ડિવિઝન પોલીસે સચિન ઠક્કરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.