જામનગરના કાલાવડમાં ડાયરામાં રૂપિયાનો વરસાદ... - લોકડાયરો
🎬 Watch Now: Feature Video
જામનગરઃ કાલાવડમાં લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દાણીધાર ખાતે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનાથજીદાદાના 393માં શ્રાધ્ધ ઉત્સવ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. લોક ડાયરામાં લાખો રૂપિયાનો થયો વરસાદ થતો વીડિયોમાં જોઈ શકાય છે. હાલ હાલાર પથકમાં સારો વરસાદ થતાં ડાયરામાં ઉપસ્થિત મહેમાનોએ મન મૂકી રૂપિયાનો વરસાદ કર્યો હતો. દેવાયત ખવડ લોકસાહિત્યમાં ઉભરતો કલાકાર છે અને સામાન્ય ફી લઈ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ડાયરો કરતાં હોય છે.