અમદાવાદમાં રૂપિયા 3 કરોડના ખર્ચે દસ દિવસમાં રોડ પર પડેલા ખાડાઓનું કામ પૂર્ણ કરાયું - ખોદકામને કારણે પડેલા ખાડાઓ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરમાં ચાલુ ચોમાસા દરમિયાન ખોદકામને કારણે પડેલા ખાડાઓને મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂપિયા ૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનને દસ દિવસમાં 1.37 લાખ ચોરસ મીટરના 14316 ખાડાઓનું જેટલું પેચ વર્ક કર્યું છે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કોઈ પણ નાગરિકને ખાણ અંગે ફરિયાદ હોય તો કોર્પોરેશનના નંબર 155303 પર ફરિયાદ કરી શકે છે. જેને 24 કલાકમાં નિકાલ કરવામાં આવશે. જો કે હજી કેટલાક રોડના ખાડા પૂરવાની બાકી છે. જે ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ વર્ષે અત્યાધુનિક પેચિંગ મશીન, માઈક્રો રિસરફેસર મશીનનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી છે. શહેરમાં ચાલુ ચોમાસા દરમિયાન ખોદકામને કારણે પડેલા ખાડાઓને મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂપિયા ૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે.