વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોબોટ નર્સ દર્દીઓની સેવા અને સારવાર કરશે
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગુરુવારે ગાંધીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રોબોટ નર્સ કેવી રીતે દર્દી સેવા કરશે તેના નિદર્શન સાથે તેનું વિતરણ જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને જીસી.એસ.આર.એના સીઇઓ એમ.થેન્નારસને કર્યું હતું. એસ.એસ.જીમાં અપાયેલા સોના 2.5 અને 1.5 સર્વિસ રોબોટ નર્સ કોરોનાના દર્દીઓને ભોજન આપવું, દવા આપવી, શરીરનું તાપમાન માપવું જેવી સેવા આપશે. આ રોબોટ ગુજરાતીમાં મળતા આદેશો સમજી શકે છે. જ્યારે ઈએલસી કોવિડ-19 સ્ક્રીનિંગ રોબોટ વોર્ડના સુરક્ષાકર્મી જેવું કામ આપશે. તે દરવાજા પર પ્રવેશનારના થર્મલ સ્ક્રીનિંગની સાથે માસ્ક ડિટેક્શન એલર્ટ આપશે અને સ્ટાફની હાજરી પણ પૂરશે. ઉલ્લેખનીય છે કે કોરોના ચેપી રોગ છે અને સંસર્ગ થી પ્રસરે છે એટલે સારવાર કરનારા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ચેપથી મુક્ત રહે અને દર્દીઓને મળતી સારવાર સેવામાં કોઈ ઉણપ ન રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રે સયાજી હોસ્પિટલના કોરોના વિભાગ માટે યાંત્રિક નર્સ એટલે કે બે રોબોટ નર્સની સુવિધા સહયોગી દાતાઓના માધ્યમથી ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત વોર્ડના પ્રવેશદ્વારે થર્મલ સ્ક્રીનીંગ માટે ઈ.એલ.સી.થર્મલ સ્ક્રીનીંગ રોબોટની સુવિધા પણ મળી છે.