મહેસુલ કર્મચારીઓ 17 પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા હડતાળ પર - પડતર પ્રશ્નોના નિરાકરણ નહિ આવતા હડતાલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5321453-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ રાજ્યના હજારો મહેસુલી કર્મચારીઓ ચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતરી ગયા છે. સુરત જિલ્લાના મહેસુલ કર્મચારીઓ હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. હડતાળના કારણે ઓફિસોમાં કામગીરી ઠપ થઇ ગઇ છે. રેવન્યુ તલાટી સંવર્ગને મહેસૂલમાંથી રદ્દ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા, કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા સહિતની 17 પડતર માંગણીઓ છે. જો આવનાર દિવસોમાં તેઓની માંગણી પૂર્ણ ન થાય તો આંદોલનની ચીમકી આપી હતી.