વડોદરામાં મહેસૂલ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજી વિરોધ કર્યો

🎬 Watch Now: Feature Video

thumbnail
વડોદરા: મહેસૂલ કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. વડોદરામાં મહેસૂલ કર્મચારીઓએ વડોદરામાં રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ-3ના 277 કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા જનસેવા કેન્દ્રો, પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીના અન્ય વિભાગોમાં કામગીરી અટવાઈ ગઈ હતી. રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ 3નાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. આ રેલી શહેરના કોઠી ચાર રસ્તા તેમજ રાવપુરા અમદાવાદી પોળ થઈ કલેકટર કચેરી પરત ફરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.