સાબરકાંઠામાં મહેસુલી કર્મચારીઓ હડતાળ પર, સંપૂર્ણ કામકાજ બંધ - સાબરકાંઠા જિલ્લા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5321684-thumbnail-3x2-sss.jpg)
સાબરકાંઠા: મહેસુલ કર્મચારીઓ વર્ષોથી પડતર માંગણીઓને લઇ સરકાર સામે પડ્યા છે. તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમણે રેલી યોજી હતી. જેમાં 600થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓ વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા જિલ્લા કલેકટર કચેરી પાસે ધરણા પ્રદર્શન કરી કામકાજથી અળગા રહ્યા હતા. જોકે આ વિરોધ પ્રદર્શન થકી આગામી સમયમાં આ કર્મચારીને કેટલો ન્યાય મળશે એ તો આગામી સમય જ બતાવશે.