thumbnail

વડોદરાની જાંબુવા નદીના પૂરમાં નિવૃત PI કાર સાથે તણાતા, ફાયર બ્રિગેડ કર્યું રેસ્ક્યૂ

By

Published : Aug 16, 2020, 9:20 AM IST

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારના દીપ ચેમ્બર પાસે આવેલી પ્રયોસા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય નિવૃત પી.આઇ. રાજેન્દ્રસિંહ નાનાબા સરવૈયા પોતાના ફાર્મહાઉસમાં જવા નીકળ્યા હતાં. જ્યાં ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પર જાંબુવા નદીના ધસમસતા પાણીમાં તેઓ કાર સાથે તણાઇ ગયા હતાં. જેથી તેઓ કારમાંથી નીકળીને કારની ઉપર બેસી ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી લોકોએ તેમને બચાવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે નિવૃત પી.આઇ.ને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.