ભાવનગર: દેશમાં આગામી દિવસોમાં આવનાર બીટી બિયારણોને લઈને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. બીટીના વિરોધમાં પદ્મશ્રી મેળવેલા વૈજ્ઞાનિકોએ પણ જાગૃતિ લાવવાના પ્રયાસોમાં સહયોગ આપી રહ્યા છે. બીટીથી ખાદ્ય ચિઝો મારફત મનુષ્યમાં ઝેર રેડાઈ રહ્યું છે. તેવા મત અપનારાઓ વિરોધમાં ઉતર્યા છે. ભાવનગર, રાજકોટ અને ભુજમાં બાયોસેફટીના સંમેલનો માટેનો પ્રારંભ ભાવનગરથી થયો છે.
બાયોસેફટીનું સંમેલન પ્રથમ ભાવનગરમાં યોજાયું: ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરિયમમાં બાયોસેફટી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં પદ્મશ્રી મેળવેલા સુમન સહાય અને યુથ આઇકોન વાયનાડના રાજેશ ક્રિષ્નન તેમજ ગુજરાતના સુભાષ પાલેકર, પ્રાકૃતિક ખેતીના પ્રફુલ સેજળીયા, પ્રાકૃતિક ખેતીના જાગૃતિમાં જોડાયેલા દિલીપ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમને આપણા દેશી બિયારણો ઉપર ભાર મુકવા અને બીટીને છોડવા પોતાના વક્તવ્યમાં માર્ગદર્શન આપ્યું હતું.
પદ્મશ્રી સુમન સહાયે શુ કહ્યું જાણો: જીન ઝુંબેશ ચલાવતા દેશમાં પદ્મશ્રી મેળવેલા સુમન સહાયએ જણાવ્યું હતું કે,'આ કાર્યક્રમ એટલે જરૂરી છે કે આટલી મોટી ટેકનોલોજી છે, જેનાથી ખાવાની ચીજો બધું પ્રભાવિત થશે. શું આપણે આવી ટેકનોલોજી જોઈએ છે, તમને ખબર છે શું છે બીટી કપાસ.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 'બીટી કપાસથી શું થાય છે ખબર છે?. બીટી કપાસમાં એક જીવાણું એટલે કે જીન નાખવામાં આવે છે એટલે કપાસમાં એ જીવાણું ઝેર પેદા કરશે, કપાસને કીડો ખાવા આવશે તો એ કીડો મરી જશે. જો એ કપાસમાં નાખવામાં આવે તો એ ઝેર પેદા કરશે. અને એવું થઇ પણ રહ્યું છે, એ જીવાણુ નું કામ છે ઝેર પેદા કરવાનું. હવે એ શું આપણે જોઈએ છે?.
વધુમાં કહ્યું હતું કે,'રીંગણી, ટમેટા, ચોખા બધામાં બીટી નાખીએ એ આજે ખોટું થાય છે, જે આપણા ખાદ્ય ચીજો જેમકે શાકભાજી વગેરેમાં નાખવામાં આવે એ યોગ્ય છે ? શું આપણે આવી ટેકનોલોજીની જરૂર છે ? શું આ ટેકનોલોજીની ટેસ્ટ થઈ છે ? કેટલો જીન છે ? એક બાજુ જૈવિક ખેતી છે. આપણે આપણા બાળકોને કેવું ભોજન આપશું ? આ માટે ભાવનગરમાં અમે આવ્યા છીએ આ જૈવિક વિવિધતા છે. લોકોને સમજાવવું જોઈએ, બીટીનું ટેસ્ટિંગ કેટલું સુરક્ષિત છે કે નહીં ? તે જાણવું જરૂરી છે.
યંગ આઇકોન રાજેશ ક્રિષ્નને શુ કહ્યું: દેશના કેરળના વાઇનાડના પ્રાકૃતિક ખેતી કરતા અને યંગ આઇકોન રાજેશ ક્રિષ્નને જણાવ્યું હતું કે, 'છેલ્લા 20 વર્ષથી દેશમાં જૈવ પરિવર્તિત પાક આવ્યા છે, તેની અસર પર્યાવરણ અને સ્વાસ્થ્ય તેમજ ખેડૂતો ઉપર થઈ રહી છે, તેને લઈને આંદોલન પણ છેડાયેલું છે. જોકે થોડા વર્ષો પહેલાં આંધ્રમાં વિરોધ થયો હતો. ત્યાર બાદ સરકારે બીટી રીંગણ બંધ કર્યું હતું. ફરી અનેક બીટી પાકો આવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપણી ખેતીની નીતિઓ દિશાહીંન ચાલે છે. સુપ્રીમ કોર્ટે સરકારને હસ્તક્ષેપ કરીને નીતિ માટે બનાવવા કહ્યું છે.
પ્રાકૃતિક ખેતી કરનાર ગુજરાતના આગેવાનોએ શુ કહ્યું: ગુજરાતના સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના પ્રફુલ સેજળીયાએ જણાવ્યું હતું કે, 'જીનેટીક બિયારણો હાનિકારક છે. એ જ્યારે આવ્યું ત્યારે 50 મણ ઉત્પાદન કરતું હતું, પણ આજે ઉત્પાદન 15 ટકા થઈ ગયું અને ખર્ચ ત્રણ ચાર ગણો વધી ગયો છે. શાકભાજીમાં એટલી દવાઓ આવી છે કે કહી ન શકાય. જેમાં પંજાબનો પહેલો નંબર હતો. આજે ગુજરાત પહેલા નંબરે આવી ગયું છે. આપણી હોસ્પિટલ ઉભરાઈ રહી છે, પશુઓ પણ ખતરનાખ સ્થિતિએ પહોંચ્યા છે. મૂળ બિયારણ પહેલા આપણા કેટલા હતા. રીંગણમાં જ 4000 જાત હતી. આજે બીટી આવવાથી 2000 થઈ ગઈ તેમજ કપાસ વગેરે બિયારણો પણ કેટલા હતા. વિદેશીઓના હાથોમાં જાય તેને રોકવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે.'
સંમેલન શા માટે જરૂરી બન્યું જાણો: વડોદરાની જતન સંસ્થાથી છેલ્લા 35 થી 40 વર્ષથી દવા, ખાતર વગરની સજીવ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીના પ્રચાર કરતા કપિલ શાહે જણાવ્યું હતું કે, 'હાલ લોકો ઝેરવાળું ખાઈ રહ્યા છે. એવું કહેવા કરતા ઝેર વાળું આવવાની પૂરી સંભાવનાઓ છે, કારણ કે અનેક પાકોમાં બીટી અને જીએમ આવી રહ્યું છે. આપણે ખાવામાં અલગ અલગ પ્રકારના જંતુનાશકો અલગ અલગ પ્રકારના ફૂગ નાશકો, હરબીસાઈડ્સ આ બધું વાપરતા થયા છે અને એને લીધે થઈને ખોરાકમાં ખૂબ બધા અંશો એના આવે છે. એનાથી વિશેષ બિટી કપાસ જ્યારથી આવ્યો છે ત્યાંરથી ખેડૂતોના ખર્ચા વધ્યા છે.
દવાઓનું ખાતરનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી ગયું છે. હવે પહેલા જેટલું ઉત્પાદન મળતું નથી, અને જીવાતો રજીસ્ટર ડેવલપ કરી રહી છે. ગુલાબી ઈયળ હવે એને પહોંચતી નથી. આવા પ્રકારના બિયારણો આખા દેશમાં 35, 40, 70 જેટલા અલગ અલગ જગ્યાના સંશોધનોના આંકડા એવા છે કે એટલા પાકોમાં આ જીએમ આવી રહ્યું છે.
બાયોસેફ્ટીને લઈને નીતિ ઘડવામાં આવે: તમામ કઠોળ, તમામ શાકભાજી, તમામ ફળફળાદી, અનાજ આ બધામાં જીએમ આવે એને લીધે અનેક પ્રકારના પર્યાવરણ અને સ્વાસ્થ્યના જોખમો ઊભા થવાની પૂરી સંભાવના છે. આપણે જેમ કેમિકલની ખેતી કરીને આજે 60 વર્ષે પાછા વળવાનું શરૂ કર્યું છે. એવું હવે ના કરવું પડે એટલે વેલાસર જાગવા માટે હવે ભાવનગર રાજકોટ અને ભુજમાં જાગૃતિના સંમેલનો કરી રહ્યા છીએ અને જ્યારે સરકારને કહેવામાં આવ્યું છે કે આ બાબતની એક નીતિ બનાવવામાં આવે ત્યારે જનજાગૃતિ દ્વારા બાયોસેફ્ટીની રીતે બનાવવા માટેના કાર્યક્રમમાં અત્યારે રસ લઈને આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો: