સંજય કપૂરઃ અત્યંત અસ્થિર અને અનિશ્ચિત સમયમાં તમે કેવી રીતે અંદાજ લગાવો છો કે આગળ શું થશે? આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ (AI)નો ઉપયોગ પ્રમુખ અભિનેતાના અસાસીનેશન અને આ સંઘર્ષના પરિણામમાં હેરફેર કરવા માટે કરાયો હતો, જે પછી ભવિષ્યનો અંદાજ લગાવનારા તમામ જુના ઉપકરણો જુના અને રદ્દી જેવા લાગે છે. થોડા અઠવાડિયા પહેલા આ પ્રકારના એક સવાલનો જવાબ આપતા વખતે આ ટિપ્પણીકાર ખોટો સાબિત થયો હતો- શું ઈરાન હમાસ નેતા હનીયાની હત્યાના પછી જવાબી કાર્યવાહી કરશે? તેનો જવાબ એ પાયાની સમજમાં સહજ હતો કે ઈરાનમાં નિર્ણય લેવાની પ્રક્રિયા કેવી હોય છે- એક એવો દેશ જે એક સ્તર પર અમેરિકાના પ્રતિબંધોથી ઘેરાયેલો છે અને બીજી એક જુની સભ્યતા દ્વારા પ્રેરિત મહાનતાની અધૂરી ઈચ્છાથી. હું ખોટો સાબિત થયો. મારા અને બાકી દુનિયા માટે હવે મોટો સવાલ હવે એ છે કે, શું ઈરાન અમેરિકી-ઈઝરાયેલના ગોળીબારથી તબાહ થઈ જશે? અને શું આપણે એક ખૂની ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વધી રહ્યા છીએ? વળી કેમ?
ફરી મૂળ સવાલ પર વળીએ કે કેમ ઈરાનની પ્રતિક્રિયા એક સુસ્ત અને જટિલ સૈન્ય શક્તિથી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ, જે ઈઝરાયેલ કે અમેરિકાને પોતાના પર હાવી નહીં થવા દે. હિજબુલ્લાહ નેતા હસન નસરલ્લાહની હત્યા અને લેબનોન પર હવાઈ હુમલો એક મહત્વનો ટર્નીંગ પોઈન્ટ હતો. ન ફક્ત ઈઝરાયેલે-- અમેરિકી સેનાના ખુલ્લા સમર્થન સાથે-- હિજબુલ્લાહ નેતાને ઘેરી વળેલા સુરક્ષાત્મક સ્તરોને તોડી નાખ્યા, પણ તેમણે ખુબ અદ્યતન AI સંચાલિત દેખરેખ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તેની ઉપસ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું, જે નસરલ્લાહના પોતાના વફાદારને અપાયેલા એડ્રેસના માધ્યમથી તેની હાજરીની જાણકારી મેળવી શકતું હતું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, નસરલ્લાહને તેના ઠેકાણાથી બંકર બસ્ટર બોમ્બ્સથી ઠાર કરાયો, જે જમીનથી 60 ફૂટ નીચે હતો. નવીનતમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેનું ઠેકાણું સુરક્ષિત હતું, થોડા દિવસોથી ઈઝરાયેલી આરબ જગતને એ સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાન અને અન્ય દેશોને નબળા કરવાના મધ્ય પૂર્વના નક્શાને ફરીથી વ્યવસ્થિત કરવા માટે તૈયાર છે. એક ખુશ ઈઝરાયેલી વડાપ્રધાને ઈરાનીઓને આ પ્રાચીન ભૂમિ પર શાસન કરનારા શિયા ધર્મગુરુઓને બહાર કાઢવાનું આહ્વાહન કર્યું હતું. જે પછી, રાજધાની તેહરાનમાં ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેંજેશકિયનના ઉદારવાદી નેતૃત્વ સામે પ્રદર્શન પણ થયા, જેની હસન નસરલ્લાહ જેવા પ્રમુખ સહયોગીઓની હત્યાનો બદલો ના લેવા માટે આલોચનાઓ થઈ હતી. ઈરાની લોકો ઉતાવળમાં કાંઈ કરતા નથી. જોકે તે અપમાનને પણ ક્યારેય ભૂલતા નથી, પણ તે પોતાના દુશમન સામે જવાબી કાર્યવાહી કરવામાં પોતાનો સમય લે છે. કદાચ તે ઈઝરાયેલના પ્રત્યે સજાગ થવાના કારણે કાર્યવાહી કરવામાં ઉતાવળ નથી કરતું કારણ કે તેને ખબર હતી કે અમેરિકા સમર્થિત ઈઝરાયેલથી જવાબી કાર્યવાહીથી તેને કેટલું નુકસાન થઈ શકે છે.
તખ્તપલટ કે સ્થાનીક ઉથલ-પાથલ વધવાના ભયથી ઈરાનીઓએ બેલેસ્ટિક મિસાઈલ્સથી મોટો હુમલો કર્યો. ઈરાને દાવો કર્યો કે તેમાં 180 મિસાઈલ મોકલી જેમાં કેટલીક હાઈ સ્પીચ હાઈપરસોનિક મિસાઈલ્સ પણ શામેલ હતી. તેમાથી ઘણીએ પોતાના લક્ષ્યને ભેદયું. વિચિત્ર વાત તો એ છે કે ફક્ત એક ફિલિસ્તાની વ્યક્તિ ઠાર થઈ ગયો પણ એક પણ ઈઝરાયેલીનું મૃત્યુ થયું ન્હોતું.
રિપોર્ટ્સ કહે છે કે જે એરપોર્ટથી F-35એ ઉડાન ભરી હતી. તે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. બીજા શબ્દોમાં મિસાઈલ હુમલાએ અમેરિકા અને ઈઝરાયેલને એ સ્પષ્ટ કરી દીધું કે તેમના દુશ્મનોની પાસે તેમની યોજનાઓને અસ્થિર કરવા માટે પુરતો બોમ્બમારો છે. જ્યારે ઈરાનીઓએ આગળ વધીને એ ઉદાહરણ રજૂ કર્યું કે તે શું કરવામાં સક્ષમ છે, આ સ્પષ્ટ છે કે જો તેના દુશ્મન તેના ઉતકૃષ્ઠ બોમ્બમારા અને બુદ્ધી શક્તિનું સમ્માન નથી કરતા, તો ઈઝરાયેલના માટે શત્રુતાપૂર્ણ પડોશમાં જીવીત રહેવું મુશ્કેલ બનશે.
ઈઝરાયેલ શું કરશે?
હસન નસરુલ્લાહની હત્યા પછી અજય દેખાતા ઈઝરાયેલી પ્રધાનમંત્રી બીબી નેતન્યાહૂ ઈરાની જવાબી કાર્યવાહીના પછીથી ગુસ્સાથી ઉકળી રહ્યા હતા. પોતાની તરફ આવી રહેલી સેંકડો મિસાઈલ્સથી તે ઘણા હેરાન દેખાયા. એવું લાગી રહ્યું હતું કે તેમના પશ્ચિમી સંરક્ષકોએ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે ઈરાની એવું કાંઈ નહીં કરે જેનાથી અમેરિકા અને ઈઝરાયેલને પ્રોત્સાહન મળે. આ સલાહમાં દમ છે, કારણ કે સામે આવેલી રિપોર્ટ્સથી ખબર પડે છે કે હસન નસરુલ્લાહ ઈઝરાયેલના સાથે યુદ્ધવિરામ સમજૂતીના ઈચ્છૂક હતા અને અહીં સુધી કે ઈરાન પણ તેના વિરુદ્ધ ન હતું. અથવા તો આ નસરુલ્લાહને શાંત કરવા માટે એક લાલચ હતી જેથી હત્યારાઓને પોતાના જધન્ય એજન્ડા પુરા કરવાની પરવાનગી મળી જાય કે પછી કોઈ બીજા શાંતિ પ્રસ્તાવને નાકામ કરી દીધા? એવું લાગે છે કે આ હત્યામાં અમેરિકા અને ઈઝરાયેલ બંનેની મિલીભગત હતી, જેનાથી આ સ્પષ્ટ થાય છે કે કોઈ તોડજોડ ન્હોતું થયું અને તેલ અવીવ તેવું કરી શકે છે જે આવનારા દિવસોમાં કરવાની આશાઓ છે- મધ્ય પૂર્વમાં તમામ ખૂણે બોમ્બમારો કરવાની પોતાની ધમકીને અંજામ આપી શકે છે. આ વાયદાને વધુ બળ ત્યારે મળે છે જ્યારે ઈરાનની તરફથી જવાબી ધમકી મળે છે, જેણે ગત મંગળવારે મિસાઈલ મોકલતા સમયે પોતાના લક્ષ્ય નિર્ધારિત કરવામાં સાવધાની રાખી હતી. ઈરાને કહ્યું કે જો ઈઝરાયેલ પુષ્કળ તેલ અને ગેસ રિફાઈનરિઝને નિશાન બનાવે છે તો તે બહેરીન, ઈરાક, કુવેદ વગેરેના પડોશમાં કોઈ પણ અસુરક્ષિત રિફાઈનરીને નહીં છોડે. શું અમેરિકા અને ઈઝરાયેલ આવું કરી શકે? ઈરાનીઓએ આ પણ દાવો કર્યો છે કે તે ગત વખતની તુલનામાં ઈઝરાયેલને વધુ સારી મિસાઈલ્સ મોકલશે.
કેટલાક વિચિત્ર કારણોથી, ઈઝરાયેલી સૈન્ય ઘૂસણખોરીના પોતાના અવકાશને વધારવા માટે ઉત્સુક છે. તેમણે ના ફક્ત ગાઝા પર હુમલો કર્યો, પણ લેબનોનમાં પણ જમીની સેના મોકલી. પોતાની પાછલી રણનીતિ અનુસાર, દરેક વખતે જ્યારે ઈઝરાયેલી યુદ્ધમાં ઉતરે છે તો, તેમને મોટા ભાગે જમીન પર કબ્જો કરી લીધો છે અને મોટું થઈ ગયું છે. તેમના ભૂમિ આક્રમણમાં સામ્રાજ્યવાદી વિજયની ગંધ આવે છે. ઈરાને તેને હાલ ટાળી દિધું હોઈ શકે છે, પણ શું ઈઝરાયેલ પોતાના F-35 અને સ્ટીલ્થ બોમ્બર્સને તે રિફાઈનરીઝ અને પરમાણુ સુવિધાઓને નષ્ટ કરવાથી રોકી શકે છે? જેનો ઈરાન આરોપ લગાવે છે કે તેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે? યુનાઈટેડ કિંગડમ અને ફ્રાંસ જેવા ઘણા સહયોગીઓએ અમેરિકા અને ઈઝરાયેલની સાથે બોમ્બમારો કરવામાં અનિચ્છા બતાવી છે. તે તેલ અવીવને ઈરાન સામે હુમલો કરવાથી નિરુત્સાહી કરી રહ્યા છે, પણ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા સુધી યુદ્ધ રોકાવાની સંભાવના નથી. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને છે તો, યુક્રેન સાથે સાથે મધ્ય પૂર્વમાં પણ યુદ્ધ સમાપ્ત થઈ જશે. ડેમોક્રેટ્સના પરત આવવાથી હિંસાનો ખાડો અને વાડો બંને વધી શકે છે, તો આપણે કલ્પના પણ નહીં કરી શકીએ કે આ કેવી રીતે થશે. કેટલાક લોકો ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી રહ્યા છે. શું આ ટક્કરથી ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની સંભાવના છે? શું નેતન્યાહૂનો ઉદય એડોલ્ફ હિટલર જેવો છે જેવું કે ઈરાન કહી રહ્યું છે કે પછી રુસ અને ચીનને કાબૂમાં કરવા માટે યુદ્ધની જરૂરત છે કે જેથી તે વિશ્વ અર્થવ્યવસ્થાને ડોલરથી બહાર ન કરી શકે?
આ ભયાનક વાતચીતની ઉજળી બાજુ એ છે કે, જેઓ તેલના વાયદા બિઝનેસ સાથેના લોકો કહી રહ્યા છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ યુદ્ધ થશે નહીં- કારણ કે યુદ્ધની અપેક્ષાએ તેલના ભાવ વધી રહ્યા નથી. ભાવ સતત નીચા છે.