જૂનાગઢ: આજે ત્રીજું નોરતું છે. ત્યારે નવરાત્રીના 9 દિવસ દરમિયાન ખાસ ગરબે ઘૂમવા માટે મહિલા ખેલૈયાઓ દ્વારા વિશેષ પ્રકારની બ્યુટી ફંડાનો સહારો લેવાતો હોય છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન ડ્રેસિંગથી લઈને હેર કેર અને તીન ટ્રીટમેન્ટ માટે પણ ખાસ મહિલા ખેલૈયાઓ ખૂબ જ ચીવટતા સાથે 9 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ફેશનના ફંડા ગરબામાં ઉજાગર થાય તે માટેની ટ્રીટમેન્ટ મેળવવી હોય છે.
પાછલા વર્ષોની સરખામણી આ વર્ષે જૂનાગઢ શહેરમાં બ્યુટી ટ્રીટમેન્ટ માટે આવતા મહિલા ખેલૈયાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
નવરાત્રીના દિવસોમાં ખેલૈયાઓનો બ્યુટી ફંડા: નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે. ત્યારે નવરાત્રીના 9 દિવસ ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ દ્વારા ખાસ બ્યુટી ટ્રીટમેન્ટને પણ ખૂબ મહત્વ આપવામાં આવતું હોય છે. 9 દિવસ સુધી ખેલૈયાઓ દ્વારા અલગ અલગ પ્રકારે ગરબે ઘૂમીને સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે. જેમાં વર્ષોથી ગરબે રમતા પ્રત્યેક મહિલા અને પુરુષ ખેલૈયાઓ ના સ્ટેપ ચર્ચાનું કેન્દ્ર બનતા હતા.
મહિલા ખેલૈયાઓ બ્યુટી ફંડાનો સહારો લે છે: આધુનિક સમયમાં હવે ખેલૈયાઓ દ્વારા પહેરવામાં આવતા કપડા મહિલા ખેલૈયાઓની હેર સ્ટાઈલ અને તેમના દ્વારા કરવામાં આવેલી બ્યુટી ટ્રીટમેન્ટ પણ હવે નવરાત્રિના 9 દિવસો દરમિયાન ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પાછલા વર્ષોની સરખામણી એ આ વર્ષે નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમવા માટે ખાસ મહિલા ખેલૈયાઓ દ્વારા બ્યુટી ટ્રીટમેન્ટ મેળવવાની સાથે અવનવી હેર સ્ટાઈલ દ્વારા પણ ગરબે ઘૂમીને ગરબા પંડાલમાં પોતાની જાતને એક અલગ ખેલૈયા તરીકે પ્રસ્થાપિત કરવા માટે મહિલા ખેલૈયાઓ બ્યુટી ફંડાનો સહારો લેતી હોય છે.
અવનવી હેર સ્ટાઇલ અને મેકઅપ: નવરાત્રીમાં પોતાની જાતને અલગ લુક આપવા માટે મહિલા ખેલૈયાઓ બ્યુટી ટ્રીટમેન્ટની સાથે અલગ અલગ મેકઅપ અને હેર સ્ટાઈલનો સહારો પણ લેતી હોય છે. આ વખતે હેર સ્ટાઈલમાં રંગબેરંગી દોરી સાથે ખેલૈયાઓ અવનવી હેર સ્ટાઈલ બનાવી રહ્યા છે. જે આજના સમયમાં ટ્રેનિંગ પણ જોવા મળે છે. બીજી તરફ ખેલૈયાઓ જે રીતે રાત્રિના સમયે ગરબા રમતા હોય છે. આ સમય દરમિયાન પરસેવો પણ થાય છે. ત્યારે મહિલા ખેલૈયાઓ દ્વારા કરવામાં આવેલા મેકઅપને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પણ ખાસ ટ્રીટમેન્ટ લેવામાં આવતી હોય છે. જેના થકી કોઈ પણ મહિલા ખેલૈયા તેમના મેકઅપને ઓછામાં ઓછા 8થી 10 કલાક સુધી જે તે સ્થિતિમાં જાળવી રાખે છે. જેથી ગરબા પંડાલમાં તેમનું એક અલગ ઠાઠ અને મોભો જળવાઈ રહે છે.
500 થી લઈને 1500 રૂપિયામાં બ્યુટી ફંડા: નવરાત્રિના 9 દિવસો દરમિયાન બ્યુટી ટ્રીટમેન્ટ માટે ખેલૈયાઓ ખાસ ખર્ચો કરતા હોય છે. જેમાં મેકઅપ હેર સ્ટાઈલ અને અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ પણ સામેલ થતા હોય છે. જેમાં કેટલીક મહિલા ખેલૈયાઓ દ્વારા આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ પણ તેના મેકઅપ કપડા અને હેર સ્ટાઈલમાં મેચ થાય તે માટે ખાસ પસંદ કરીને બ્યુટી ફંડા કરતી હોય છે. આ દિવસો દરમિયાન 500 થી લઈને 1500 રૂપિયામાં હેર સ્ટાઈલ મેકઅપ અને આર્ટિફિશિયલ ઓર્નામેન્ટ મહિલા ખેલૈયાઓને મળી જતા હોય છે. જેને કારણે તેઓ 10 દિવસ દરમિયાન પોતાની ઈચ્છા અનુસારનો મેકઅપ હેર સ્ટાઈલ અને અવનવા ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબે ઘૂમવા માટે થનગનતા હોય છે.
આ પણ વાંચો: