યુવતીઓ માટે લગ્ન વયમર્યાદાના સૂચિત નિર્ણયને પાટણમાં આવકાર - ETV bharat People Response
🎬 Watch Now: Feature Video
પાટણઃ દેશના 74માં સ્વાતંત્રદિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં મહિલાઓને વધુ આત્મનિર્ભર બનાવવા માટે લગ્ન કાયદામાં સુધારો કરી યુવતીઓ માટે હાલમાં લગ્ન વયમર્યાદા 18 વર્ષ છે, જે વધારી 21 વર્ષ કરવા સૂચન કર્યું હતું, જે મામલે ETV ભારત દ્વારા પાટણ શહેરની વિવિધ ક્ષેત્રની મહિલા અગ્રણીઓનો મત જાણી પ્રતિભાવો લીધા હતા. જેમાં મોટાભાગની મહિલાઓએ આ સુધારાને આવકારદાયક ગણાવ્યો હતો. લગ્ન વય મર્યાદા વધારાથી યુવતીઓ વધુ પરિપક્વ બનશે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે નિપુણતા મેળવી શકશે. ઉપરાંત માતા મૃત્યુ દર ઘટશે અને બાળકોનો વધુ સારી રીતે ઉછેર કરી શકાશે.
Last Updated : Sep 11, 2020, 7:59 PM IST