રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ પર જૂનાગઢવાસીઓનો પ્રતિભાવ - જૂનાગઢ સમાચાર
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બુધવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21 નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્ર બાદ જૂનાગઢના લોકોએ તેના પર પ્રતિભાવ આપ્યા હતા. આ યોજનામાં ખેડૂતોને લઇને મસમોટી જાહેરાતો કરવામાં આવી છે, શિક્ષણ ઉપર પણ ખૂબ જ ભાર આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારે જાહેરાતો કરવામાં આવી છે તે મુજબ તેનો અમલને લઇને જૂનાગઢવાસીઓ સંદેહ અનુભવી રહ્યા છે અને આ બજેટને જાહેરાતોથી ભરપૂર બજેટ ગણાવી રહ્યા છે...