ઉપલેટાના ગણોદમાં નદીનું પાણી ગામમાં ફરી વળ્યું, SDRFએ રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું - વરસાદનાસમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લાના ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને પગલે પંથકના ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેથી ડેમોના દરવાજા ખોલતા જ નદીઓમાં ઘોડાપૂર આવતા ખરા ગામોમા નદીઓના પાણી ફરી વળ્યાં છે. ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં પણ નદીનું પાણી ફરી વળ્યું જ્યારે આ ઘોડાપૂર કારણે ઉપલેટાના લાઠ, ભિમોરા, મજેથી સહિતના ગામો નદીના પાણી ફરી વળતા જ ગોંડલ SDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
Last Updated : Aug 25, 2020, 2:00 PM IST