રાપર એડવોકેટ હત્યાકાંડઃ પોરબંદર અનુસૂચિત જાતિ સમાજે કરી તાત્કાલિક પગલાં લેવાની માગ - Scheduled Caste Society
🎬 Watch Now: Feature Video
પોરબંદર : કચ્છ જિલ્લાના રાપર ગામમાં એડવોકેટ અને ઓલ ઈન્ડિયા લોયર્સના અધ્યક્ષ દેવજી મહેશ્વરીની દબંગો દ્વારા સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આ સરાજાહેર હત્યાના બનાવથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો જીવતો જાગતો પુરાવો છે. માથે ભારે લોકોને હવે કાયદાનો કોઇ ડર રહ્યો ન હોવાની પણ સાબિતી છે. તેમ પોરબંદર અનુસૂચિત જાતિ સમાજના આગેવાન ભરત શીંગરખિયાએ જણાવ્યું હતું. આ સાથે તેમને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વકીલો પર થતા હુમલાઓને રોકવા માટે કાયદો બનાવે તેવી માગ સાથે પોરબંદર અધિક કલેક્ટર રાજેશ તન્નાને આવેદનપત્ર આપ્યું હતું.