પાટણ કલેકટર કચેરીમાં અધિકારી કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા - કોવિડ19નાસમાચાર
🎬 Watch Now: Feature Video
પાટણ: દિવાળીના તહેવારોમાં લોકોની ભીડ તથા પ્રવાસીઓની અવરજવરને કારણે કોરોના સંક્રમણ એ ફરી સ્ફોટક સ્થિતિ સર્જી છે અને દિવસે દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતાં અધિકારીઓ કર્મચારીઓનો ભોગ ન બને તે માટે જિલ્લા કલેકટરની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા કલેકટર કચેરીમાં રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહીવટી અધિકારીઓ અને વર્ગ 2 અને 3ના કર્મચારીઓએ કોવિડ રેપીડ ટેસ્ટ કરાવ્યા હતા.