સુરતમાં કોરોના કેસો વધતા 8 ઝોનમાં ખાસ કેમ્પ યોજી રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરાયો
🎬 Watch Now: Feature Video
સુરત : કોરોનાએ ફરી માથું ઊંચકતા તંત્રની ચિંતામાં ફરી વધારો થયો છે. સુરતમાં હમણાં સુધી સુપર સ્પ્રેડર તરીકે સામે આવેલા પાનના ગલ્લાવાળા, શાકભાજીની લારીવાળા અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કુલ 8 ઝોનમાં SMC દ્વારા તેઓના ખાસ કેમ્પ યોજી રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉધના સ્થિત હેલ્થ સેન્ટર પર કતાર ગામ ઝોનના નાયબ મામલતદારે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ સાથે લોકોને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક રિપોર્ટ કરાવવા માટે તેમને અપીલ કરી છે.