મહેસૂલી તલાટીને પકડીને હાજર કરવા વોરંટ નીકળ્યું, રાણાવાવ મામલતદારે મોરબી પોલીસને વોરંટ ઈશ્યૂ કર્યું - તલાટી
🎬 Watch Now: Feature Video

પોરબંદર: જિલ્લાના રાણાવાવ ખાતે મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા કર્મીને મગફળીની ખરીદી અંગે કામની સોંપણી કરવામાં આવી હતી. પરંતુ તેઓ પરવાનગી વગર ગેરહાજર રહેતાં રાણાવાવ મેજિસ્ટ્રેટે વોરંટ ઇશ્યૂ કર્યું છે. મોરબીમાં ઋષભનગર-3, પ્લોટ નમ્બર 65માં રહેતાં મહેસૂલી તલાટી મંત્રી હાર્દિક ઘનશ્યામભાઈ નિમાવતને રાણાવાવમાં મગફળી ખરીદી અંગેની ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ તેઓ પૂર્વ પરવાનગી વગર ગેરહાજર રહ્યાં હતાં. જેથી રાણાવાવ મેજ્સ્ટ્રિેટે મોરબીના બી ડીવીઝન પીઆઇને આદેશ કર્યો છે કે હાર્દિક નિમાવતને પકડીને મારી સમક્ષ રજૂ કરશો. આમ મહેસૂલી તલાટી પૂર્વ પરવાનગી વગર ગેરહાજર રહી ફરજમાં બેદરકારી દાખવતાં રાણાવાવ મામલતદારે મહેસૂલી તલાટીની ધરપકડ અંગેનું વોરંટ કાઢ્યું છે.