રાણાવાવના ભોરાસર સીમ વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પૂરાયા - news in Leopards
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લાના રાણાવાવના ભોરાસર સીમ વિસ્તારમાં બે દિવસ પહેલા દીપડો દેખાયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ મામલે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી. આમ વન વિભાગે સતર્કતા દાખવી દીપડાને પકડવા પાંજરુ મૂક્યું હતું જેમાં 2 દીપડા પુરાયા હતા. બે દિવસ બાદ ગત રાત્રીના લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.