ધોરાજીમાં આંગણવાડીની વર્કરો દ્વારા અનેક માંગણીઓ સાથે રેલી - news in dhoraji
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આંગણવાડી મહિલાઓ દ્વારા અનેક માંગણીઓ સાથે રેલી કાઢી CM અને PM વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરાયા અને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતના આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી વર્કર, આશા વર્કર બહેનો તથા અન્ય કામગીરી બજાવતી બહેનોનું શોષણ અને વધુ પડતી કામગીરીથી હેરાનગતિ વેઠવી પડતી હોઈ અને આઈ.સી.ડી.એસ.નું સીધું આડકતરું ખાનગી કરણ બંધ તેમજ પ્રિ સ્કૂલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં રાખો, લખુતમ વેતન આપો, બીજા રાજ્યોની જેમ નિવૃત્ત વય મર્યાદા (૬૦) કરવાનાં ગુજરાત સરકારને આદેશ આપો, સુપરવાઈઝર માંથી મુખ્ય સેવિકા અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશનના નિર્ણય કરી અનેક વિવિધ માંગણીઓ ને લઈને ધોરાજી ના બંબા ગેઇટ થી રેલી કાઢી, ડેપ્યુટી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને ગોંડલની મહિલાઓ દ્વારા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાને અને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Last Updated : Jan 9, 2020, 9:26 AM IST