રાજકોટઃ ઉપલેટામાં ધોળા દિવસે બાઈકની ડેકીમાંથી 80,000 રૂપિયાની ઉઠાંતરી - Theft in Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઉપલેટાના રાજમાર્ગ પર આવેલી SBI બેંકમાંથી 80,000ની રોકડ રકમ ઉપાડીને જતાં 58 વર્ષીય હરસુખભાઈના પૈસા ધોળા દિવસે ચોરાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, તાલુકા પંચાયત પાસે પોતાનું મોટરસાયકલ પાર્ક કરીને તેઓ અન્ય કામે જતાં હતા. તે દરમિયાન મોટરસાયકલની પેટીનું લોક તોડી અજાણ્યો શખ્સ પૈસાની ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ ઉપલેટા પોલીસ કરી રહી છે બેન્કના અને આસપાસના તમામ CCTV પણ ચેક કરવામાં આવ્યા હતા. જો કે, હજુ સુધી ચોર પકડાયો નથી.