રાજકોટની ઓરેન્જ કૉવિડ હોસ્પિટલ વિવાદમાં, કોરોના દર્દીના મોત બાદ સંબંધીઓ પાસે 40 હજારનું ઈન્જેક્શન મંગાવ્યું - Corona
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં કોરોનામાં સત્તત વધી રહેલા પોઝિટિવ કેસની વચ્ચે ખાનગી હૉસ્પિટલ્સ બેફામ બની છે. ત્યારે બુધવારે શહેરમાં આવેલી ઓરેન્જ કોવિડ હોસ્પિટલ પોઝિટિવ દર્દીના મોત બાદ વિવાદમાં આવી છે. ઓરેન્જ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીનું 8:45 મિનિટે મોત થયું હતું. મૃતકના પરિજનોને દર્દીના મોત બાદ પણ હોસ્પિટલ તંત્ર દ્વારા રૂપિયા 40 હજારનું ઇન્જેક્શન મંગાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે, દર્દીના મોત મામલે મૃતકના સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકઠા થતા હોસ્પિટલ પ્રસાશન દ્વારા તાત્કાલિક પોલીસને બોલવામાં આવી હતી.