રાજકોટની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની કમી હોવા અંગેનું ધારાસભ્યનું નિવેદન - Rajkot MLA Says That Lack Of Staff In Civil Hospital
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરની સિવિલમાં આવેલા કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં 111 જેટલા બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. જેને લઈને રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગોવિંદ પટેલ દ્વારા જણાવાયું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ભરતી અંગે અનેકવાર જાહેરાત આપવામાં આવે છે. પરંતુ દાક્તરી ક્ષેત્રે જોડાયેલા લોકોને ખાનગી પ્રેક્ટિસમાં વધુ રસ છે અને આ જ કારણે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ રહે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 111 શિશુઓના મોતનો મામલો સામે અવતા રાજ્યનાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.