રાજકોટ: જામકંડોરણા પાસે ફોફળ નદીના કોઝવે પર કાર ફસાઈ - અકસ્માત
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ભારે વરસાદને પગલે જામકંડોરણા પાસે આવેલા ફોફળ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા દૂધીવદરથી મોટા ભાદરા જવાના કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ થઈ ગયો છે. ફોફળ ડેમના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા કાર પાણીમાં તણાતા જોવા મળી છે. જો કે, કાર ચાલક અને કારનો બચાવ કરવામાં આવ્યો છે. આ કોઝવે પર પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખી કોઝવે બંધ કરવામાં આવે તો મોટા અકસ્માત થતા અટકાવી શકાય છે.