રાજસ્થાન રિસોર્ટ રાજકારણઃ 6 ધારાસભ્યોનું સોમનાથમાં આગમન - રાજસ્થાન રિસોર્ટ રાજકારણ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: રાજસ્થાનમાં શરૂ થયેલા રિસોર્ટ પોલિટિક્સના બજાગ રૂપે રાજસ્થાન ભાજપના ધારાસભ્યોનો કાફલો સોમનાથ પહોંચ્યો છે. જેમાં સડક માર્ગે 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા છે. રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણમાં ભાજપે પોતાના ધારાસભ્યોને ગેહલોત સરકારની પહોંચથી દૂર પોતાના ગઢ ગુજરાતમાં લાવીને બહુમત બનાવવાનો અને પોતાના ધારાસભ્યોનું સંખ્યાબળ જાળવી રાખવા પ્રયત્ન શરૂ કર્યો છે. જો કે, સોમનાથમાં આવેલા ધારાસભ્ય આ કોઈ પણ પ્રકારનો ભાજપનો નિર્ણય ન હોવાનું અને પોતે માત્ર સોમનાથ દર્શનાર્થે આવ્યા હોવાનો રાગ આલાપી રહ્યા છે.