ગીર વિસ્તારના ગામોમાં માવઠાની માર, વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન - ગીરમાં કમોસમી વરસાદ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ગીરના ગામોમાં માવઠાની મુસીબત આજે (શુક્રવાર) વહેલી સવારે વરસતી જોવા મળી હતી. હવામાન વિભાગે પણ આગામી શનિવાર સુધી વરસાદ પડવાની શક્યતાઓને વ્યક્ત કરી હતી, ત્યારે આજે વહેલી સવારથી સાસણ થી લઈને ગીરગઢડા સુધીના જંગલ વિસ્તારના ગામોમાં વહેલી સવારથી કેટલાંક ગામોમાં અંદર છુટો-છવાયો વરસાદ નહીં, પરંતુ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારોમાં કમોસમી વરસાદથી રવી પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઇ રહી છે.