વલસાડ જિલ્લામાં 2 કલાકમાં બે ઇંચ વરસાદ, મધુબન ડેમમાં વધી પાણીની આવક - વલસાડમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
વલસાડ: જિલ્લામાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં જિલ્લાના 6 તાલુકા મળી કુલ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમમાં પાણીની આવક વધી છે.બુધવાર સાંજે 6 થી ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ઉમરગામ 28 mm ,કપરાડા 41 mm ,ધરમપુર 46 mm,પારડી 23 mm,વલસાડ 77 mm,વાપી 20 mm નોંધાયો છે. જ્યારે સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ઉમરગામ 0 mm,કપરાડા 14 mm,ધરમપુર 0 mm,પારડી 9 mm,વલસાડ 19 mm,વાપી 6 mm એમ કુલ 48 mm વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમમાં વરસાદને પગલે પાણીની આવક વધી છે. હાલ ડેમની સપાટી 75.60 મીટર પર પહોંચી છે.