સાબરકાંઠામાં વરસાદથી ગોરડીયા ડેમમાંથી 4 હજાર ક્યુસેક પાણી છોડાયું - etv bharat
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ ગોરઠીયા ડેમ ઓવફ્લો થતા 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વધુ વરસાદ પડતા ખેડવા ડેમમાં 1 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. તેમાંથી પણ હવે આવક વધતા ખેડવા ડેમના પણ દરવાજા ખોલવાની જરૂરિયાત થતાં 2 દરવાજા ખોલવામાં આવતા 1 હજાર ક્યુસેકની જાવક નોંધાઈ હતી. જો કે, જિલ્લામાં હજી બીજા કેટલાક જળાશયનું સ્તર 50 ટકાથી પણ ઓછું છે ત્યારે આવા ખાલી જળાશયોમાં પાણી આવે તે પણ જરૂરી છે.