કચ્છમાં કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતામાં મૂકાયો - અબડાસા
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાના માંડવી અને અબડાસા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને માંડવી શહેર અને આસપાસના વિસ્તારો અને અબડાસાના કેટલાક ગામોમાં આજે સવારથી વરસાદ પડી રહયો છે. મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ છાંટા અને ઝરમર વરસાદ નોંધાયો હતો. આ બાદ આજે સવારથી ફરી વાતાવરણ વાદળછાયું થઈ ગયુ હતું અને અનેક ગામોમાં ઝરમર અને ઝાપટારૂપી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિતાંનું મોજુ ફરી વળ્યુ છે.