છોટાઉદેપુરમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - છોટા ઉદેપુરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લામાં ઘણા દિવસોથી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને પોતાનો પાક નિષ્ફળ જશે, તેવો ભય સતાવી રહ્યો હતો, ત્યારે છેલ્લા બે દિવસથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ થતાં ખેડૂતોની ખેતીને જીવનદાન મળ્યું છે. છોટા ઉદેપુરમાં 34 MM એમ કુલ 299 MM, પાવી-જેતપુરમાં 19 MM, નસવાડીમાં 22 MM, બોડેલીમાં 14 MM, અને સંખેડા તાલુકામાં 11 MM, કુલ 243 MM વરસાદ નોંધાયો છે.