વડોદરાના કારેલીબાગની પોસ્ટ ઓફિસમાં વરસાદી પાણી, ટપાલ અને અગત્યના દસ્તાવેજો પલળ્યા - વડોદરાના કારેલીબાગ પોસ્ટ ઓફિસ
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ થોડા સમય પહેલા મેન્ટલ હોસ્પિટલની સામે હતી, પરંતુ આ પોસ્ટ ઓફિસને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની સામે આવેલા ભોયરામાં ખસેડવામાંં આવી હતી. આ જગ્યા કે જ્યાં પહેલેથી જ પાણી ભરાવાની શક્યતા હતી, ત્યારે સવાલ એ થાય છે કે, પોસ્ટ ઓફિસનું આ મકાન ભાડે લેવામાં આવ્યું, ત્યારે કેમ કોઇ વિચાર કરવામાં આવ્યો નહીં અને આવા ભોયરામાં પોસ્ટ ઓફિસ ખસેડવી પડી. જો કે, પોસ્ટ ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ અગાઉ જાણ કરી હતી કે, જો ઓફિસને ભોયરામાં શિફ્ટ કરવામાં આવશે તો વરસાદ આવશે ત્યારે તેના પાણી ભરાશે અને ખરેખર એવું જ થયું. પોસ્ટ ઓફિસમાં વરસાદના પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ટપાલો, અગત્યના દસ્તાવેજો, કોમ્પ્યુટર સહિત અન્ય ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગયા હતા. જેને પગલે પોસ્ટ વિભાગને નુકસાનીની સાથે સાથે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવે પ્રશ્ન એ થાઇ છે કે શું કોઇ લાગતા વળગતા વ્યક્તિને ફાયદો કરાવવા સત્તાધિશોએ તાબડતોબ પોસ્ટ ઓફિસને શિફ્ટ કરી નાખી? અને જો એવું હોય તો તેનું પરિણામ કર્મચારીઓ અને લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.