વડોદરા જિલ્લામાં મેઘ મહેર, રસ્તા પરનું નાલુ તુટતા લોકોને હાલાકી - જુઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4085676-thumbnail-3x2-vadodara.jpg)
વડોદરા: જિલ્લાના સાવલી પંથકમાં ગુરુવાર મધ્યરાત્રીથી વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારે પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા હતાં. સાવલી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 42 MM વરસાદ પડ્યો હતો. જોકે સાવલી પંથકમાં સિઝનનો કુલ 393 MM વરસાદ નોંધાયો છે. સાવલી પંથકમાં વરસાદને પગલે સાવલી તાલુકાના ટૂંડાવથી નમિસરા જતા રસ્તા પરનું નાળુ ધોવાયું હતું. ટૂંડાવથી નમિસરાનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જોકે નાળુ બંધ થતાં હવેથી વાયા બહુથા કે અન્ય રસ્તાનો ઉપયોગ કરવો પડશે.