જસદણ અને આટકોટ પંથકમાં વરસાદી ઝાપટાં - rain news rajkot updates
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જસદણ શહેર અને આટકોટ પંથકના ગામડાઓમાં રવિવારે સાંજે ફરી એક વખત વરસાદી ઝાપટાં પડતાં ખેતરોમાં લણેલી મગફળીને નુક્સાન થયું હતું. બપોર બાદ જસદણ, લાખાવડ સહિતના સાત જેટલા ગામડાઓમાં જોરદાર વરસાદી ઝાપટાં પડતાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. આ બદલાતી ઋતુ અંગે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં.