ભરૂચમાં સૂર્યનારાયણની હાજરી વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું
🎬 Watch Now: Feature Video
ભરૂચ: નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે, ત્યારે આજે એટલે કે મંગળવારે મેઘરાજાનું અલાયદુંરૂપ જોવા મળ્યું હતું. મંગળવારે બપોરના સમયે શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી અને તડકા વચ્ચે આકાશમાંથી મેઘમહેર વરસી હતી. થોડા સમય માટે વરસેલા વરસાદી ઝાપટાના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. સામાન્યત: સૂર્યનારાયણની ગેરહાજરી વચ્ચે મેઘરાજાની પધરામણી થતી હોય છે, પરંતુ ભરૂચમાં મંગળવારે સૂર્યનારાયણ સાથે મેઘરાજાની સવારી આવી પહોચી હતી.