અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત - Gujarat Rain News
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. લગભગ એક કલાક સુધી અરવલ્લીના મોડાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા શામળાજી અને રામનગર ગામમાં પણ વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત થયા હતા. નોંધનીય છે કે, માવઠું થયા બાદ આવનારા દિવસોમાં હવે શિયાળાની ઠંડીનું જોર વધવાની શકયતાઓ છે.