રાજકોટમાં રાફેલ મુદ્દે ભાજપના ધરણાં - રાજકોટ જિલ્લા ભાજપ
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ રાફેલ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તમામ જિલ્લામાં ધરણા કરવામાં આવ્યા હતા, સુપ્રીમ કોર્ટ દ્વારા તા.14 નવેમ્બરના રોજ 'રાફેલ વિમાન' બાબતે કોંગ્રેસએ કરેલ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢી હતી અને નરેન્દ્ર મોદી ને ક્લીનચિટ આપવામાં આવી હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ ગયું છે અને સોદા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબિત થયેલ છે, ત્યારે ભાજપના દરેક કાર્યકર્તાઓની માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનીક રીતે જાહેરમાં દેશ અને જનતાની માફી મંગાવી જોઈએ તેવી માંગ સાથે રવિવારના રોજ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માંડવી ચોક ખાતે રાફેલ અંગે વિરોધાત્મક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને રામ ધૂન બોલાવામાં આવી હતી.