21મી સદીમાં શિક્ષકને લાગે છે આભડછેટ, વીડિયો વાયરલ - racism with Dalit children
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ 21મી સદીમાં પણ ગુજરાતમાં જાતિવાદ યથાવત છે. જેનું દ્રષ્ટાંત સામે આવ્યું છે, ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા સંચાલિત રાજમોતી શાળામાં દલિત બાળાઓ સાથે શિક્ષકો જ્ઞાતિ ભેદ રાખે છે. આ સમગ્ર બાબતને ઉજાગર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતુ થયું હતું. આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા પણ ઉપલેટા દોડી આવ્યાં હતાં. તેઓ સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં જાતિવાદ જોવા મળી રહ્યો છે.