જનતા કરફ્યૂ: રાજકોટવાસીઓએ ડ્યુટી બજાવનારા કર્મીઓનો આભાર માન્યો
🎬 Watch Now: Feature Video
રાજકોટ: વિશ્વમાંં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ભારતમાં 325થી વધારે લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. ગુજરાતમાં કોરોનાના 17 કેસ પોઝિટિવ છે. વડાપ્રધાન મોદીએ રવિવારે દેશવાસીઓને જનતા કરફ્યૂનું આહ્વાન કર્યું હતું. જેને દેશભરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જનતા કરફ્યૂ પૂર્ણ થયા બાદ લોકોએ પણ આ પ્રકારની પરિસ્થિતિમાં પોતાના પરિવારને મૂકીને દેશની જનતાની સેવા કરનાર તમામ પોલીસ કર્મી, ડૉકટર, મીડિયા કર્મી સહિતના કર્મચારીઓનો આભાર માન્યો હતો. જેને લઈને રાજકોટમાં પણ રેસકોર્સ નજીક આવેલ આદિનાથ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પણ પોતાના ઘરમાં રહીને થારી-વેલન વગાડીને કોરોના વાઇરસની સામે જનતા માટે ફરજ બજાવનારા તમામ કર્મીઓને બિરદાવ્યા હતા.