દ્વારકામાં જનતા કરફ્યૂને ધ્યાનમાં લઈને દ્વારકા STની તમામ બસો બંધ - gujaratinews
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6504261-858-6504261-1584872983305.jpg)
દેવભૂમિ દ્વારકા: સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસની લીંકને તોડવા માટે સમગ્ર દેશની જનતાને એક અપીલ કરી છે કે, એક દિવસ માટે તમામ લોકોએ જનતા કરફ્યૂ જેવી નીતિ અપનાવવી જોઈએ. જેનાથી આ વાઇરસ આગળ વધતો અટકી શકે. જેથી રવિવારે સમગ્ર દેશમાં જનતા કરફ્યૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યાત્રાધામ દ્વારકાના ST તંત્ર દ્વારા પણ એક દિવસ માટે તમામ બસોને બંધ કરીને આ વાઈરસને અટકાવવા માટે એક સફળ પહેલ કરવામાં આવી છે.