સુરત APMC માર્કેટ ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
🎬 Watch Now: Feature Video
સુરત: કૃષિ બિલને લઈ કોંગ્રેસ ગત કેટલાક સમયથી આક્રમક મૂળમાં છે. આ સાથે રાજ્યમાં હાલ સરકારે 20થી 25 ટકા ફીનો ઘટાડો કર્યો છે. આ બન્ને મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે અને શુક્રવારે સુરતના APMC માર્કેટ ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યાં હતા. જેથી પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.