વડોદરામાં ફૂટપાથ પર શાકભાજીની બજાર ભરાતા સોસાયટીના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન - Vadodara news
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના પોલોગ્રાઉન્ડ નજીક આવેલા ફૂટપાથ પર શાકભાજીનું બજાર ભરાતા નજીકમાં આવેલી રાજસ્થંભ સોસાયટીના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોરોનાના કેસની સંખ્યા ઝડપી ગતીએ વધી રહી છે અને કોરોનાના સંક્રમિત કેસ નવા વિસ્તારોમાં પણ વધી રહ્યા છે. જ્યારે આ કોરોનાનો સૌથી વધુ ફેલાવો શાકભાજીના ફેરિયાઓ દ્વારા ફેલાતો હોવાથી તંત્ર દ્વારા તેઓને સુપર સ્પ્રેડર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પોલોગ્રાઉન્ડ પાસેની દિવાલને અડીને આવેલા ફૂટપાથ પર ફુલ અને શાકભાજીના ફેરિયાઓ દ્વારા અને શાભાજીનું વેચાણ કરવામાં આવતા નજીકમાં આવેલી રાજસ્થંભ સોસાયટીના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને શાકભાજીની બજાર અહીંયાથી ખસેડવામાં આવે તેવી માગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી.