સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો વિરોધ - latest news of Surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ વર્તમાન સમયમાં કૂદકેને ભૂસકે વધતી જતી કાયમી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પિસાઈ રહ્યા છે અને ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેવા કપરા સમયમાં સરકાર દ્વારા ગેસ સિલિન્ડરમાં 145 રૂપિયાનો ભાવ વધારો ઝીંકીને મહિલાઓની કમર ભાંગી જવા પામી છે. ત્યારે આ ભાવ વધારાને લઈને જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ઈલાબા ઝાલાની આગેવાની હેઠળ મહિલાઓ, કોંગ્રેસી આગેવાનો સહિતનાઓએ કલેકટર કચેરીએ ધસી જઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પાછો ખેંચવા માટે માગ કરી હતી.