દેવભૂમિ દ્વારકાની ભાણવડ પાલિકા સામે ફરી એકવાર નાગરિકે છેડ્યું ઉપવાસ આંદોલન - ભાણવડ નગરપાલિકા
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાની ભાણવડ નગરપાલિકા સામે એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઉપવાસ આંદોલન છેડ્યું છે. જેના કારણે ભાણવડની નગરપાલિકા ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરમાં રસ્તા, ભુગર્ભ ગટર, શૌચાલય, 14માં નાણા પંચમાં હેડ ફેરવી ચુકવવામાં આવેલી રકમ જેવા મુદ્દાને લઇને દિનેશ વાઘેલા નામના જાગૃત નાગરિકે નગરપાલિકા સામે જ ઉપવાસ આંદોલન છેડ્યું છે.