ભાવનગરમાં ધંધા માટે જગ્યા ફાળવવા પાથરણાંવાળાઓની માગ - Bhavnagar Municipal Corporation
🎬 Watch Now: Feature Video

ભાવનગર: શહેરની મુખ્ય બજારમાં પાથરણા પાથરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને મનપાએ હટાવી દીધા હતા. પાર્કિંગની જગ્યામાં પાથરણાંવાળા હોવાને પગલે પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. ત્યારે પાથરણાવાળા એકઠા થઈને મનપાની નીતિ સામે વિરોધ વ્યકત કર્યો હતો. મુખ્ય બજારમાં એકઠા થઈને મનપા સુધી રજૂઆત કરીને તેમને જગ્યા ફાળવવા માંગ કરી હતી. આશરે 100થી વધુ પાથરણા વાળા રોડ પર રોજગારી મેળવીને જીવન ગુજરાન ચલાવે છે. ત્યારે મનપા હવે તેમની રોજીરોટી પાછી આપે તેવી માંગ કરી હતી.