પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લેતો કેદી ફરાર - porbander news
🎬 Watch Now: Feature Video
પોરબંદર: સરકારી હોસ્પિટલમાં સારવાર લેતો કેદી બહારથી દરવાજો બંધ કરી ફરાર થઇ ગયો હતો. જેને શોધવા પોરબંદર પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કાજલીયાળા ગામનો 41 વર્ષીય નિલેશ ઉર્ફે કાળા નાનજી વાઘેલા ભરણ પોષણના ગુનામાં તારીખ 24 મે 2019થી સજા ભોગવી રહ્યો હતો. 3 ડિસેમ્બર 2019ના રોજ તેણે જેલમાં જ બાથરૂમમાં ફિનાઈલ પી લેતા સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેલ સુપરિન્ટેન્ડેન્ટ એમ.જી રબારીએ જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં પોરબંદર પોલીસ સ્ટાફ કેદી સાથે હોય છે. સરકારી હોસ્પિટલમાં કેદી વોર્ડમાં સાંજે 6:00 બહારથી દરવાજો બંધ કરીઆ કેદી ફરાર જવામાં સફળ રહ્યો હતો.