અરવલ્લીની સબજેલમાં કેદીઓને સ્વરોજગારીની તાલીમ અપાઇ - કેદીઓને સ્વરોજગારીની તાલીમ આપવામાં આવી
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જેલને સાચા અર્થમાં સુધારણા કેન્દ્ર બનાવવાની દિશામાં કેદીઓને સ્વરોજગારીની તાલીમ આપવામાં આવે છે. જે અન્વયે અરવલ્લી જિલ્લાના મોડાસાની સબજેલમાં બેન્ક ઓફ બરોડાના સહયોગથી કેદીઓને હાથ વડે બનાવી શકાય તેવી વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમની પ્રથમ બેચમાં 35 કેદીઓ જોડાયા હતા. જેમાં પેપર બેગ, ફાઇલ તેમજ અન્ય ઉપયોગી વસ્તુ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. દસ દિવસના આ તાલીમ વર્ગના અંતે જો કેદી તાલીમ દરમિયાન શીખેલી વસ્તુ બનાવવા માગતા હોય તો તેમને સામગ્રી પૂરી પાડવામાં આવશે.
Last Updated : Dec 10, 2019, 10:46 AM IST