વિસનગરમાં સ્વચ્છતા, આરોગ્ય અને જનકલ્યાણલક્ષી સેવાકાર્યો કરી સેવા સપ્તાહની ઉજવણી કરાઈ - pm birthday
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8866679-755-8866679-1600563892758.jpg)
મહેસાણા: જિલ્લાનું વિસનગર શહેર એટલે શૈક્ષણિક નગરી અને સાથે જ રાજકીય કે સામાજિક ગતિવિધિઓનું એપી સેન્ટર છે. ત્યારે દેશના વડાપ્રધાનના 70માં જન્મ દિવસ પર જ્યારે સમગ્ર રાજ્યમાં સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડાપ્રધાનને તેમના જન્મ દિવસની શુભેચ્છા આપતા શહેર ભાજપ અને તાલુકા ભાજપ વિસનગર સંગઠન દ્વારા કોરોના કાળમાં 5 દિવસ વિવિધ સ્થળે ઉકાળા વિસ્તરણ, શહેરની સફાઈ, બ્લડ ડોનેશન કેમ્પ કરી શહેરના મહાનુભાવો- દાનવીરો અને રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સન્માનિત કરી વડાપ્રધાનને સેવાકાર્યો રૂપી ભેટ અર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો.